1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (18:47 IST)

અમદાવાદમાં આધેડ સસરાએ પુત્રવધુને કહ્યું, હું તને 20 હજાર આપું તું મારી સાથે સુઈ જા

અમદાવાદઃ એક બાપ દીકરીને સાસરે વળાવે પછી સસરા જ તેના પિતા સમાન હોય છે. ત્યારે શહેરમાં આ પિતા સમાન કહેવાતા સસરાએ જ દીકરી જેવી પુત્રવધુ પર દુષ્કર્મ કરવાની કોશિષ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. દીકરો કામ પર જતાં સસરાની દાનત બગડી હતી અને ઘરમાં આવીને પુત્રવધુને કહ્યું હતું કે, હું તને 20 હજાર રૂપિયા આપું તુ મારી સાથે સુઈ જા એમ કહીને સસરાએ જબરદસ્તીથી પુત્રવધુ સાથે જપાજપી કરી હતી અને તેને નીચે પાડી દીધી હતી. પુત્રવધુએ બુમાબુમ કરતાં આસપાસના લોકો આવી જતાં સસરો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પુત્રવધુએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
 
સસરાએ ઘરમાં આવી પુત્રવધુ સાથે ઝગડો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ઇન્દિરાબ્રિજ નજીક રહેતી હિના (નામ બદલ્યુ છે) એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેના સસરા સામે છેડતીની ફરિયાદ કરી છે. હિનાના લગ્ન યુવક સાથે ઇન્દાબ્રીજ નજીક થયા હતા. હાલ હિના તેના પતિ અને પાંચ વર્ષના પુત્ર સાથે રહે છે અને મજુરી કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચાલવે છે. હિનાના સસરા  તેના ઘરથી થોડા દૂર રહે છે. ગઇકાલે હિના પોતાનું કામ પતાવી ઘરે આવી ત્યારે સસરા આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ મામલે તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનમાં અરજી આપીને તે ઘરે આવી ત્યારે સસરા પરત આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, 'હું તને વીસ હજાર રૂપિયા આપુ, તુ મારી સાથે સુઇ જા.
 
સસરાએ શરીર સંબંધ બાંધવા બળજબરી કરી
સસરાની વાત સાંભળીને હિના ગીન્નાઇ હતી અને ના પાડતાની સાથે જ ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. સસરાએ હિનાને પોતાની હવસનો શિકાર બનાવાનું નક્કી કરી લીધું હોય તેમ તેની સાથે જપાજપી કરવા લાગ્યો હતો અને બળ વાપરીને જમીન પર પાડી દીધી હતી. આરોપી શરીર સંબંધ બાંધવા બળજબરી કરી રહ્યો હતો ત્યારે હિનાએ બુમાબુમ કરી દીધી હતી. તેની બુમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી બળવાપરીને નાસી ગયો હતો. જ્યારે હિનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હિનાએ આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. પોલીસે તેની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.