ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત - 4 children died due to drowning while bathing in Gajapura lake of Ghoghamba | Webdunia Gujarati
સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (12:57 IST)

ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત

4 children died due to drowning while bathing in Gajapura lake of Ghoghamba
4 children died due to drowning while bathing in Gajapura lake of Ghoghamba
પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં ડૂબવાથી 4 બાળકો તળાવમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાં છે. ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા સાથે ક્યારેય નહીં મળી શકે. મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી ચારેય બાળકો એકાએક તળાવમાં ડૂબી ગયા હતા.

આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ચારેય બાળકોના મૃત હાલતમાં તળાવમાંથી મળી આવ્યા હતા. તરવૈયાઓએ ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા છે.તમામ બાળકોની ઉંમર અંદાજે 10થી 12 વર્ષ છે. તળાવમાં ડૂબી જવાથી એકસાથે 4 બાળકોના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.