શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (16:44 IST)

Asian Games 2023: ભારતે મહિલા ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યુ

aisan games
aisan games
 Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ના મહિલા ક્રિકેટ ઈવેંટમાં ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાઈ મહિલા ટીમ વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચ રમાઈ. આ મેચને ટીમ ઈંડિયાએ 19 રનથી જીતી લીધી. આ જ ઈત સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે બે ગોલ્ડ્સ જીતી લીધા છે.  આ બંને ગોલ્ડ મેડલ સોમવારના દિવસે જ આવ્યા.   આ  પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાને કારણે મેડલ ટેલીમાં ભારત પાંચમા સ્થાને પહોચી ગયુ છે. ભારતના નામે અત્યાર સુધી 11 મેડલ થઈ ચુક્યા છે. 
 
કેવી રહી ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ 
 
 ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મંધાનાએ આ મેચમાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. રોડ્રિગ્ઝે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
 
બીજા દાવમાં બોલરોએ અપાવી જીત 
 
આ હરીફાઈમાં ટીમ ઈંડિયાએ શ્રીલંકા સામે કોઈ ખાસ મોટો ટારગેટ મુક્યો નહોતો. પણ શ્રીલંકાની ટીમ આ ટારગેટને પણ ચેઝ ન કરી શકી. આ દરમિયાન ભારતીય બોલરોનુ પ્રદર્શન પણ સારુ રહ્યુ. મેચની શરૂઆતથી જ પિચ બોલરોને ખૂબ મદદરૂપ રહી.  જેનો ફાયદો ટીમ ઈંડિયાના બોલરોએ ખૂબ સારી રીતે કર્યો અને શ્રીલંકાની ટીમને 20 ઓવરમા% 97 રન જ બનાવવા દીધા.  આ દરમિયાન શ્રીલંકાએ તેની 8 વિકેટ પણ ગુમાવી દીધી હતી. મેચના બીજા દાવમાં ભારત તરફથી તિતાસ સાધુએ 4 ઓવરમાં માત્ર 6 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે અને દેવિકા વૈદ્યએ એક વિકેટ લીધી હતી.