મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (13:31 IST)

બનાસકાંઠા - એક જ પરિવારના 4 સભ્યોની રહસ્યમયી હત્યા

બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે  એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રાત્રીના સમયે એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે
 
આ ઘટનામાં પિતાએ જ ચારેય વ્યક્તિને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસને ચારેય લોકોના ગળાના ભાગેથી તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. હત્યા કર્યા બાદ પિતા બેહોશ હાલતમાં ઘરની પાછળથી મળી આવ્યો હતો. જેથી પોલીસને આ ઘટનામાં પિતા કરશન પર ચારેયની હત્યાનો કથિત શંકા લાગી રહી છે. પિતાએ આ ઘટનામાંથી બચવા માટે ઝેરી દવા પીધી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ ઘટનામાં ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરીને બોલાવી હતી.
પોલીસે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતાં હત્યા કરાઈ છે. ઘરના ફળિયામાં સુતેલા એક પુરૂષ અને ઘરની અંદર સુતેલા મહિલા અને બે બાળકોની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.