ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2019 (12:07 IST)

લોકસભાની ચૂંટણી 2019- ઠાકોર સેનાના બે સભ્યો બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારી નોધાવશે તો કોંગ્રેસને ફટકો

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે આખા દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ દરિમયાન અલ્પેશ ઠાકોરની 'ઠાકોર સેના' બનાસકાંઠામાં ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ઠાકોર સેનામાંથી કોઇને ટિકિટ ન આપતા ઠાકોર સેનાનાં બે સભ્યો અપક્ષ ઉમેદવારી નોંઘાવવાનાં છે. ગુજરાત ઠાકોર સેનાનાં પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોર અને સ્વરૂપ ઠાકોર આજે ફોર્મ ભરવાનાં છે.
અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'નાં અને તેમની નજીકનાં લોકોને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસે તેમની માંગણીઓ ન સ્વીકારતા તેઓ કોંગ્રેસથી ઘણાં નારાજ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઠાકોર સેના આજે કોઇ મહત્વની જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે આજે ઠોકર સેના અલગ ઉમેદવારી નોંધાવશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. બનાસકાંઠામાં 4 લાખથી વધારે ઠાકોર સમાજનાં મતદારો છે જેથી સેનાનું માનવું છે કે બનાસકાંઠામાં તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તો તેમને જ ફાયદો થશે.
આ પહેલા પણ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ જશે અને કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી પણ અટકળો તેજ થઇ હતી. જે પછી અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે હું ભાજપનાં નેતાઓનાં સંપર્કમાં હતો પરંતુ તેમાં જોડાવવાનો નથી. હું કોંગ્રેસમાં જ છું તેવું નિવેદન આપ્યું હતું.