અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને આપ્યુ મોટુ નિવેદન, હુ કોંગ્રેસ નહી છોડુ..
કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના રાજકીય કરિયરને લઇને વાત કરી હતી. દરમિયાન
અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું કોગ્રેસની સાથે છું અને કોગ્રેસની સાથે રહેવાનો છું. આ સાથે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાને લઇને ઉભી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે. અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહી લડે. તેણે કહ્યું હતું કે, હું ગુજરાતમાં રહીને લોકોની સેવા કરવા માંગું છું. આ ઉપરાંત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોગ્રેસમાંથી રાજીનામું નહી આપે. જ્યારે કોગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહેલા કોગ્રેસના નેતાઓને તેણે શુભકામના આપી હતી.
અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સત્તા બધાને સારી લાગે છે. જેથી હું મારા સમાજના લોકો માટે બધુ કરી શકીશ, જ્યાં સુધી મારી ભાજપમાં જોડાવવાની વાત છે, તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, હું કોંગ્રેસ નહીં છોડું. હું પાર્ટીમાં જ રહીને મારા સમાજના લોકો માટે સર્વાંગી વિકાસ કરીશ. કોંગ્રેસ માં જ રહીશ કહીને તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મારી નારાજગીની ચર્ચા હતી. મારે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા બની ગયો હતો. હું સમાજના કાર્યો કરવા માટે મંત્રી બનવા માંગતો હતો.
અલ્પેશે આજે લોકસભાની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લોકો સામે રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, સાથે મારી પત્ની પણ રાજકારણમાં નહીં આવે. મારી પત્ની મારા પરિવારની સેવા કરશે. તેનાથી વિશેષ કંઇ જ નથી.
વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પત્ની ક્યારેય રાજકારણમાં આવવાની નથી. મારી પત્ની ફક્ત મારુ ઘર સંભાળશે. જો સમાજ કહેશે તો હું ફક્ત ઠાકોર સેના જ ચલાવીશ. મારી સાથે જોડાયેલા લોકો ગરીબ અને સંઘર્ષ કરનારા છે.