સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : શનિવાર, 9 માર્ચ 2019 (12:51 IST)

શું અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાઈ જશે, મોડી રાત્રે ભાજપના નેતા સાથે મુલાકાત કરી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના સમાચારના મામલે આજે મોટા ખુલાસો થઈ શકે છે. હાલ સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે, અલ્પેશ માટે ભાજપના દ્વાર હજુ પણ ખુલ્લા છે. તે ઇચ્છે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડે અલ્પેશ ઠાકોરને સમજાવ્યો હોવા છતાં કંઇ મેળ મળ્યો હોય તેમ લાગતું નથી. હાલ જાણવા મળી રહ્યું છે કે ભાજપના કદાવર નેતા સાથે અલ્પેશે ઠાકોરે ગઇકાલે મોડી સાંજે મીટિંગ કરી હતી. આ મીટિંગ મોડી રાત્રે S.G હાઇવે પર થઇ હોવાનું જાણવા મળે છે. 

આ બેઠકમાં અલ્પેશ, BJPના નેતા સાથે શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પણ હોવાની ચર્ચા વહેતી થઇ છે. સૂત્રો પાસેથી અલ્પેશ ઠાકોરને લઇને એવા અહેવાલ મળી રહ્યા છે કે, અલ્પેશ આજે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કરી શક છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે અમુક માંગો કરી હતી, જો કે દિલ્લીની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.