ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 3 માર્ચ 2021 (23:17 IST)

ડ્રાઈવ-ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં મિલકતવેરો ન ભરનાર 49 પ્રોપર્ટી સીલ કરી દેવાઈ

Amcના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવી.
 
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતા જ હવે  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ગોતા વિસ્તાર બાદ આજે ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા ડ્રાઈવ-ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કુલ 49 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. ડ્રાઇવ ઇન રોડ, બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્ષી બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આરકેડ અને કાઇરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસ.જી હાઇવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ધ કોમ્પ્લેક્સની 11 મિલકતોની સીલ કરવામાં આવી છે.
 
સોમવારે અમદાવાદના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટે સીલ કરવામાં આવેલી આઠ મિલ્કતોના સીલ તે મિલ્કતોના વપરાશકાર-કબ્જેદારો દ્વારા છેડછાડ કરી ખોલી નાંખ્યા હોવાની ઘટના સામે આવી હતી. મંગળવારે શહેરના ઉત્તર-પશ્ચિન ઝોનના ગોતા વોર્ડના આઈસીબી ફલોરામાં આવેલી વીસ જેટલી દુકાનોને મિલ્કતવેરો ભરપાઈ ના કરવાના કારણોસર સીલ કરી હતી. આજે ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે અને બોડકદેવ વિસ્તારમાં મિલકતોને સીલ કરાઈ છે. જે ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.