સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 એપ્રિલ 2022 (14:56 IST)

બિહારમાં 500 ટનના પુલની ચોરીઃ અધિકારીઓ બનીને આવ્યા હતા ચોર, સિંચાઈ વિભાગના કર્મચારીઓ પાસેથી બ્રિજ કપાવીને વાહનોમાં લઈ ગયા

bridge
બિહારના રોહતાસ જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. નકલી ઓફિસર બનીને અહીં આવેલા ચોરોએ 60 ફૂટ લાંબો અને 500 ટન વજનનો લોખંડનો પુલ ત્રણ દિવસમાં ગાયબ કરી દીધો. મજાની વાત એ છે કે ચોરોએ સિંચાઈ વિભાગના કર્મચારીઓ દ્વારા બ્રિજ  કપાવીને તેનું લોખંડ વાહનોમાં ભરીને ચોરીને લઈ ગયા અને આ આખું પરાક્રમ ભર દિવસે થયું  છતા કોઈને શક પણ ન થયો 
 
આ આખો મામલો નસરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અમિયાવરનો છે. અહીં 1972ની આસપાસ આરા કેનાલ પર લોખંડનો પુલ બનાવવામાં આવ્યો હતો. ચોરોએ ચતુરાઈથી ત્રણ દિવસમાં આ પુલ કાપી નાખ્યો અને પછી તેનું લોખંડ ટ્રકમાં ભરીને ગાય઼બ થઈ ગયા. આ પુલને કાપવા માટે બુલડોઝર, ગેસ કટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
આખું ગામ અને સ્થાનિક કર્મચારીઓ  છેતરાઈ ગયા 
ચોરોએ એટલી ચતુરાઈથી આ ઘટનાને અંજામ આપ્યો કે ગ્રામજનોથી લઈને સ્થાનિક કર્મચારીઓ સુધી છેતરાઈ ગયા . તેઓ સિંચાઈ વિભાગના અધિકારી તરીકે ગામમાં પહોંચ્યા અને ખાતાકીય આદેશનું પાલન કરીને પુલ કાપવાનું શરૂ કર્યું. આ રીતે લગભગ 60 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંચો લોખંડનો પુલ ચોરાઈ ગયો . મામલો સામે આવ્યા બાદ જુનિયર એન્જિનિયર અરશદ કમાન શમ્સીએ જણાવ્યું કે, ચોરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 
ચોરોએ મગજ દોડાવ્યું
કહેવાય છે કે ચોરીમાં પણ મન લાગી જાય છે. ચોરોએ તેનો ઉપયોગ કર્યો. ખરેખર, લોખંડનો પુલ જર્જરિત થઈ ગયો હતો, તેથી વિભાગ વતી તેની સમાંતર કોંક્રીટ પુલ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કર્યા બાદ લોખંડનો પુલ હટાવવા માટે અરજી કરી હતી. ચોરોએ આ અરજીનો આશરો લીધો હતો અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા હતા કે, તેમની અરજી બાદ તેઓ ખાતાકીય આદેશથી પુલ હટાવવા આવ્યા હતા.