શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (14:45 IST)

Weather Updates - ગુજરાતીઓને મળશે થોડી રાહત

Weather
રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આગાહીથી થોડી રાહત મળતી જોવાઈ રહી છે. 
 
આગામી 4થી 5 દિવસ રાજ્યમાં (Gujarat) ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, વડોદરા, આણંદ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોમાં ચાર દિવસ પૂરતી હિટવેવમાંથી રાહત મળે તેવું અનુમાન છે.