શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :મોડાસા , શનિવાર, 21 મે 2022 (13:33 IST)

કાળમુખી બન્યો શનિવાર: ત્રિપલ અકસ્માત બાદ વાહનો ભડભડ સળવા લાગ્યા, 6 લોકો જીવતા ભૂંજાયા

arvalli
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગી છે. ત્યારે અરવલ્લીમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગતાં 3 વાહનો આગની ચપેટમાં આવી ગયા છે. ત્રિપલ અકસ્માતની ઘટનામાં 6 લોકો જીવતા ભડથું થયા છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચ્યા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે હાઈવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.
 
અરવલ્લીના મોડાસા પાસે આવેલા કોલીખડ નજીક ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટ્રક સાથે અકસ્માત થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી મૃતદેહને બહાર કાઢવાની કામગિરી શરૂ કરી છે.
 
મળતી માહિતી અનુસાર, કેમિકલ ભરેલા ટેન્કર સાથે જોરદાર ટક્કર થયા પછી ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ગોઝારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં તો એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. ભીષણ આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. 
 
અકસ્માતના બનાવ બાદ 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોલીખડ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઇવેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.