સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 માર્ચ 2021 (10:02 IST)

એક જ પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવી, 3 વર્ષના બાળક સહિત 3ના મોત

ગુજરાતના વડોદરામાં બુધવારે મોડી સાંજે એક પરિવારે ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીના રહેવાસી સોની પરિવારના 6 સભ્યોએ ઝેર પી સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નમાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. પોલીસે આત્મહત્યાનું કારણ આર્થિક તંગ ગણાવ્યું છે. 
 
પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક ત્રણ વર્ષનો બાળક છે. પોલીસે જણાવ્યું કે લગભગ 5 વાગે પરિવારના એક સભ્યએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી ઘટનાની સૂચના આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પરિવારના કેમ ઝેર ગટગટાવ્યું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે આર્થિક તંગીના કારણે કંટાળી જતાં પરિવારે આ પગલું ભર્યું હશે. તપાસમાં સામે આવ્યું કે પરિવારનો નાનો બિઝનેસ હતો જે કોરોનાના કારણે ખતમ થઇ ગયો હતો. 
 
પોલીસના જણાવ્યા અનુસાર સ્વાતિ સોસાયટીના મકાન 13 રહેનાર નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોનીએ ઝેરી દવા પી લેધી હતી. હાલત બગડતાં બૂમો પાડી હતી જેથે પડોશીઓ ઘરે પહોંચ્યા અને 108 એંમ્બુલન્સ અને પોલીસને જાણ કરી. જોકે ત્યાં સુધી પિતા-પતિ પિતા-પુત્રી સહિત ત્રણના મોત થયા હતા. જોકે ઘરેથી સુસાઇડ નોટ મળી ન હતી પરંતુ પડોશીઓ પાસેથી મળતી માહિતી અનુસાર પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા હતા. પરિવારના ઘણા લોકોની ઉધારી પણ હતી જેથી તેઓ પરેશાન હતા.