બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (18:55 IST)

શરમજનક - જલગાંવમાં સરકારી હોસ્ટલમાં મહિલાઓના કપડા ઉતરાવીને કરાવ્યો ન્યુડ ડાંસ

મહારાષ્ટ્રના જળગાવમાં એક વાર ફરીથી દિલ દહેલાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી એ પણ જાણ થઈ છે કે અપરાધિઓનો જોશ એટલો વધી રહ્યો છે કે તે સ્ત્રીઓના બળજબરીપુર્વક કપડા ઉતરાવીને ડાંસ કરવાની હિમંત બતાવી રહ્યા છે. તાજો મામલો મહારાષ્ટ્રના જળગામ જીલ્લાની મહિલાઓ સાથે જોડાયો છે. જળગામ જીલ્લાના સરકારી હોસ્ટલમાં રહેનારી યુવતીઓ સાથે આ સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસવાળા અને કેટલાક બહારના લોકોએ હોસ્ટલમાં રહેનારી મહિલાઓને નગ્ન કરીને ડાંસ માટે મજબૂર કરી હતી. 
 
વિધાનસભા બજેટ સત્રના આજે ત્રીજા દિવસે પણ ગૃહમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને વિપક્ષમાં બેઠેલી ભાજપે મહાવિકાસ અગાડી  સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં ગુનેગારો સાતમા આસમાન પર છે અને લાગે છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, જેટલા ઝડપથી મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે તે ખૂબ જ જોખમી છે. વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ મામલે કડક અને નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપી.
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના જલગાંવની આશાદીપ મહિલા છાત્રાલય સાથે સંબંધિત છે, અહીં રહેતી યુવતીઓને કપડાં ઉતારવા અને નૃત્ય કરવાની ફરજ પડી હતી. આ સાથે સંબંધિત એક વીડિયો કલેક્ટરને અભિજિત રાઉતને પણ સોંપવામાં આવ્યો છે. અભિજિત રાઉતે આ મામલે તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. અહીં રહેતી યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે 1 માર્ચે કેટલાક પોલીસકર્મીઓ અને બહારથી આવેલા લોકોએ તેમને બળજબરીપૂર્વક કપડા ઉતરાવીને ડાંસ કરવા મજબૂર કર્યા હતા.