શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (12:18 IST)

જલગાંવથી સુરત તરફ આવી રહેલી બસ પુલ પરથી ખાબકી, 4ના મોત, 35 ઘાયલ

જલગાવથી 40 મુસાફરોને લઇને સુરત આવી રહેલી એક ખાનગી બસનો મોડીરાત્રે અકસ્માત સર્જાયો છે. ગુજરાતની બોર્ડરે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક પ્રાઇવેટ બસ પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકી જતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.
 
મળતી માહિતી અનુસાર જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમા 4 મુસાફરોનું મોત થયું છે.  35થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 40 મુસાફરો હતા. સૌથી વધુ સુરત અને જલગાવના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. 
 
અકસ્માતમાં બસના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતા વિસારવાડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.