મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (09:20 IST)

વડોદરાની 7 શાળાને પૂરતા વિદ્યાર્થીઓ ન મળતા હોવાથી તાળાં વાગશે

school
7 ગુજરાતી માધ્યમની શાળાઓ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના પગલે બંધ કરવાનો વારો આવ્યો છે. અંગ્રેજીના ક્રેઝના પગલે ગુજરાતી શાળાઓમાં ઘટતા એડમિશનને લઇને તાળા વાગી રહ્યા છે. શહેરમાં 50 વર્ષથી પણ જૂની હોય તેવી ગુજરાતી શાળાઓએ બંધ કરવા માટેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરી છે.


શહેરના કારેલીબાગ, રાવપુરા, ગોરવા, છાણી, દિવાળીપુરા, ઓ.પી.રોડ વિસ્તારમાં આવેલી ગુજરાતી માધ્યમની 7 શાળાઓ અને ઓ.પી.રોડ પર આવેલી 1 અંગ્રેજી માધ્યમની શાળાને બંધ કરવા માટેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કરવામાં આવી છે. જેનું હીયરિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને બંધ કરવા માટેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.છેલ્લા કેટલાય સમયથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વાલીઓમાં વધી રહ્યો છે.જેના કારણે ગુજરાતી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળવાના પગલે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાનો વારો આવી રહ્યો છે. શહેરની 7 ગુજરાતી માધ્યમના ધોરણ 1થી 8 બંધ કરવા માટેની દરખાસ્ત આવી છે. આ વર્ષે જ આ શાળાઓને તાળા વાગી જશે. 100 કરતાં પણ ઓછી સંખ્યા આ શાળાઓમાં છે જેને પગલે શાળા ચલાવવા માટે પણ તકલીફ ઉભી થઇ છે. જેથી શાળાઓ બંધ કરવા માટેની દરખાસ્ત કરાઇ છે.ગુજરાતી માધ્યમની 7 શાળાઓ અને 1 અંગ્રેજી માધ્યમની શાળાઓ બંધ થનાર છે જેમાં દરેક સ્કૂલમાં 100 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને શાળા બંધ થશે તેવા કિસ્સામાં નજીકની શાળામાં પ્રવેશ આપી દેવાશે તેવું ડીઇઓ કચેરીએ જણાવ્યું હતું.