ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (17:45 IST)

જામનગર નજીકના હર્ષદપુર ગામે ભત્રીજાના પ્રેમ સંબંધમાં કાકાની કરપીણ હત્યા

જામનગર નજીકના હર્ષદપુર ગામે સોમવારે સાંજે આઠ શખ્સોએ કાકા ભત્રીજા પર હુમલો કરી, ભત્રીજાની નજર સામે જ કાકાની હત્યા કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. એક આરોપીની દીકરી સાથે મૃતકના ભત્રીજાના પ્રેમ સંબંધના મનદુઃખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
 
જામનગરથી 14 કિમી દૂર આવેલા હર્ષદપુર ગામમાં ગઇકાલે મોડી સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જામનગર તાલુકાના કોંઝા ગામના 22 વર્ષીય દશરથસિંહ નવલસિંહ ભટ્ટી સાંજે સાડા છએક વાગ્યે હર્ષદપુર ગામના પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક, તેનો મિત્ર, ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી પહોંચ્યા હતા અને દશરથસિંહને આંતરી લઈ માર મારી જતા રહ્યા હતા.