શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 મે 2024 (12:27 IST)

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

70 lakh Mercedes breaks iron railing
70 lakh Mercedes breaks iron railing

સુરતના ડુમસ રોડ પર 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી.

13 મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે. કારની સ્પીડ એટલી હતી કે, રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે. આ ઘટનામાં પોલીસ આવે તે પહેલા ચાલક ભાગી છૂટી હતી. અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે બાદમાં મહિલા કોઈને ફોન કરે છે. મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે. સોમવારે રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડીઝ કાર લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.મિની વાવાઝોડા સાથે રસ્તા પર ધૂળની ડમરીઓથી ઓછી વિઝિબિલીટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ કાર બીઆરટીએસની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જેને પગલે કારણે એરબેગ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.