શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (11:38 IST)

81 વર્ષીય મહિલાએ 35 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન, હવે આ વાતથી પરેશાન

કહેવાય છે કે વૃદ્ધાવસ્થા અને જવાની વયથી નહી તમારી ફીલિંગથી આવે છે.  પણ જ્યારે કોઈ વડીલ કોઈ યુવાન સાથે પ્રેમ કરી બેસે છે તો મામલો ચર્ચાનો ભાગ બની જાય છે. આવી જ એક સ્ટોરી છે બ્રિટનની રહેનારી 81 વર્ષીય આઈરિસ જોન્સ (Iris Jones)ની, જેણે મિસ (ઈજિપ્ત)ના એક 35 વર્ષીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તેની સાથે લગ્ન કરી લીધા. પણ છતા પણ તેનુ જીવન પોતાના પતિથી દૂર પસાર કરી રહી છે. જોન્સએ ખુદ આઈટીવીના એક શો માં આ સંબંધ વિશે ખુલાસો કર્યો. 
 
કેવી રીતે બંને મળ્યા?
 
જોન્સ યુકેનાં વેસ્ટનનાં છે. તેમની મુલાકાત ગયા વર્ષે એક ફેસબુક જૂથ દ્વારા થઈ હતી.  તેનાથી 46 વર્ષ નાના મોહમ્મદ અહેમદ ઇબ્રાહિમ (પતિ) ને મળી હતી. બંને પ્રથમ વર્ચ્યુઅલ રીતે મળ્યા. વાતો થઈ અને પછી જોન્સ ઇજિપ્ત પહોંચી ગઈ. બંનેએ સાથે મળીને સમય પસાર કર્યો અને નવેમ્બરમાં લગ્ન કર્યા. પરંતુ હવે તેનો પતિ ઇજિપ્તમાં છે અને તે બ્રિટનમાં છે.
Posted by Iris Jones on Saturday, 11 January 2020
 
વય મારી સાથે નથી 
ભીની આખો સાથે જોન્સે મેટ્રો ને કહ્યુ, મને એ વ્યક્તિથી અલગ કરી દેવામાં આવી જેને હુ પ્રેમ કરુ છે. આ ખૂબ જ તકલીફદાયક છે. વય મારી સાથે નથી. હુ ગમે ત્યારે મરી શકુ છુ. દરેક દિવસ કિમતી છે. પતિનો સઆથ ન હોવો ખૂબ ખરાબ છે. હુ ત્રણ વાર ઈજિપ્ત ગઈ છુ અને તેની વગર પરત ફરી.  ખરાબ હવામાન અને તેના આરોગ્યને કારણે તે ત્યા જઈને રહી શકતી નથી. 
 
ભય છે દુનિયામાંથી જવાનો  ? 
 
રિપોર્ટ મુજબ, જોન્સના પતિને બ્રિટન આવવાનો વીઝા મળવામાં મુશ્કેલી થઈ રહી છે. તેથી જોન્સ ખૂબ નિરાશ છે. તેમને ભય છે કે ક્યાક વયને કારણે તે પોતાના પતિ વગર જ ક્યાક દુનિયાને અલવિદા ન કહી દે. જો કે તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને અપીલ કરી છે કે તેમના પતિને વીઝા આપવામાં આવે તો જે બ્રિટનની ઈકોનોમી માટે એક અસેટ બની શકે છે.