સંબંધિત સમાચાર
- નવા ખેડૂત કાયદાને લીધે ગુજરાતમાં 35 APMCની આવક જ ઘટી ગઇ, કર્મચારીઓને છૂટા કરવાની નોબત
- અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી, 108 એમ્બ્યુલન્સની ડેડિકેટેડ સંખ્યા ઘટાડી દેવાઈ
- યુકેના નવા સ્ટ્રેઇનના કોરોના પોઝિટિવ દર્દીઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, બે વાર RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો
- ગાંધીનગરમાં યુવકે યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અને ફોટો એડીટીંગ કરી વાઈરલ કરવાની ધમકી આપી
- સુરત-કોલકાતાની ફ્લાઈટ 12મીથી શરૂ થશે, હવેથી વાયા પટના થઈને વારાણસી પણ જશે
ગોંડલમાં વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 29 કિમી દૂર પાંચપીપળા ભૂકંપનુ કેન્દ્ર બિંદુ નોંધાયું
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વહેલી સવારે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 29 કિલોમીટર દૂર પાંચપીપળામાં નોંધાયું હતું. ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવ્યો હોવાની જાણ થતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 29 કિમી દૂર પાંચપીપળાના ભૂગર્ભમાં 12.3 કિમીની ઉંડાઈએ નોંધાયું હતું. થોડા સમય પહેલા રાજકોટમાં એક જ દિવસમાં 3 ભૂકંપના આંચકા આવ્યા હતાં. ભૂકંપનું એપી સેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં નોંધાયું હતું.ભૂકંપની તીવ્રતા ખૂબ ઓછી હતી. પણ આસપાસના માખાવડ સહિતના ગામોમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ભૂકંપનું એપીસેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં 15 કિ.મી.ની ઊંડાઈએ નોંધાયું હતું.
