બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (10:16 IST)

ગાંધીનગરમાં યુવકે યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અને ફોટો એડીટીંગ કરી વાઈરલ કરવાની ધમકી આપી

ગાંધીનગરમાં યુવકે યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અને ફોટો એડીટીંગ કરી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ગાંધીનગરમાં એકલી રહી અને નોકરી કરતી યુવતી ગભરાઈ ગઈ હતી અને તેને અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક યુવતી પાસે પહોંચી તેને સાંત્વના આપી હતી અને નંબર બ્લોક કરી પરિવાર સાથે વાત કરાવી હતી. યુવકનો નંબર પણ પજવણી કરતા લોકો માટે બનાવેલી ટીમને આપી કાર્યવાહી કરવામાં આવી હતી.
 
 
ગાંધીનગરમાં એક યુવતી એકલી રહી અને ત્યાં નોકરી કરે છે. સાંજના સમયે યુવતીએ મહિલા હેલ્પલાઈનને ફોન કરી કહ્યું હતું કે એક યુવક તેને મેસેજ કરી હેરાન કરે છે અને મદદ જોઈએ છીએ. મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક યુવતી પાસે પહોંચી હતી. પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે 6 મહિના પહેલા યુવતીને મિત્ર સર્કલમાં યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમ્યાનમાં યુવતીને નોકરી મળી જતાં તેણે યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. 
 
છેલ્લા બે દિવસથી યુવતીના ફોન પર યુવકના ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા અને ધમકી આપતો હતો કે જો રિલેશન નહિ રાખે તો તેના ફોટો એડિટ કરી વાઇરલ કરી દેશે. આવા મેસેજથી ગભરાઇ જઇ અને તેને અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. ટીમે તેની પાસેથી યુવકનો નંબર લઈ પજવણી માટે કામ કરતી મહિલા હેલ્પલાઈનની સ્પેશિયલ ટીમને આપ્યો હતો. યુવકનો નંબર બ્લોક કરવાનું કહી અને પરિવાર પણ ચિંતામાં હોવાથી તેની સાથે વાતચીત કરાવી તેમને પણ હાશકારો અપાવ્યો હતો.