સંબંધિત સમાચાર
- PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
- લંડનથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો- પત્ની આત્મહત્યા કરવા જઇ રહી છે...અને બચી ગઇ
- બોટાદમાં એક મહિલા સહિત ચાર શ્રમિકોની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ
- ભાજપના પૂર્વ કોર્પોરેટર PVS શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર
- કોરોના વોરિયર્સ નર્સે ફાંસી લગાવી કરી આત્મહત્યા, પરિવારે સ્ટાફને ગણાવ્યો જવાબદાર
8મા ધોરણમાં ભણતી છોકરીએ કરી આત્મહત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરનાર 16 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશને કબજે લઇને સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કિશોરી બે મહિનાના ગર્ભવતી હતી.
મળતી માહિતી અનુસાર બિહારના છપરા જિલ્લાનો એક પરિવાર સુરતના ઉન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં રહે છે. પરિવાર રવિવારે ટ્રેન દ્રારા પોતાના ગૃહનગર બિહાર માટે રવાના થવાનો હતો. જોકે બિહાર જતાં પહેલાં 16 વર્ષીય પુત્રીએ ઘરમાં આત્મહાત્યા કરી લીધી.
કેસની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસની ટીમ લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી દીધી હતી. શુક્રવારે સવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્રારા ખબર પડી કે મૃતક કિશોરી બે મહિના ગર્ભવતી હતી. તેની જાણકારી ડોક્ટરોએ પોલીસ સાથે સાથે મૃતકાના પરિજનોને આપી.
આ કેસને લઇને સચિન પોલીસ મથકના એમબી તડવીએ કહ્યું કે અત્યાર આત્મહત્યાના આધારે કેસની તપાસ કરી રહી છે. હવે મૃતકાના અંતિમ સંસ્કાર બાદ દુષ્કર્મની દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવશે.
