સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (17:33 IST)

વડોદરામાં પરમિશન વિના પેલેસ્ટાઇનના સમર્થનમાં ઇઝરાયલનાં પોસ્ટર બાળી વિરોધ કરતા 9 લોકોની ધરપકડ

Vadodara by burning Israeli posters in support of Palestine
Vadodara by burning Israeli posters in support of Palestine
વડોદરા શહેરમાં પોલીસ પરમિશન વિના ઇઝરાયલના પોસ્ટર સાથે વિરોધ કરનાર લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઇઝરાયલના વિરોધમાં મૌન રેલી કાઢીને ભારતના ફ્લેગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવાનો દ્વારા હાથમાં પોસ્ટરો, બેનરો રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ઇઝરાયલના પોસ્ટર પણ બાળવામાં આવ્યા હતા.

યુવકોએ હાથમાં કાળીપટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો. આ રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આ રેલી ઇઝરાયલના વિરુદ્ધમાં અને ફિલિસ્તીનના સમર્થનમાં કાઢવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં જે.પી. રોડ પોલીસ પહોંચી ગઇ હતી અને વિરોધ પ્રદર્શન બંધ કરાવ્યું હતું. તમામ પ્રદર્શન કરનાર યુવકોને વિરોધ ન કરવા પોલીસે જણાવ્યું હતું અને પોતપોતાના ઘરે જતા રહેવા સમજાવવામાં આવ્યા હતા. ફિલિસ્તીનમાં નિર્દોષ મહિલાઓ અને બાળકો ઉપર જેવી રીતે મિસાયેલો અને લોન્ચરો મારીને તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે,

તેને પણ રોકવા માટે માંગ કરવામાં આવી હતી. આ યુદ્ધની સ્થિતિમાં નિર્દોષ મુસ્લિમોના જીવ લેવામાં આવી રહ્યાં છે, તેના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પોલીસ પરમિશન વિના ઇઝરાયલના પોસ્ટર સાથે વિરોધ કરનાર લોકો સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.