ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2023 (10:20 IST)

Ahmedabad Accident Video : ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત, અકસ્માત જોવા ઉભેલા ટોળાને જેગુઆરે કચડી નાખ્યા, 9ના મોત, 15થી વધુ ઘાયલ

Ahmedabad Accident
Ahmedabad Accident
Ahmedabad Accident:  ગુજરાતના અમદાવાદ સ્થિત ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 15 થી 20 લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.   અકસ્માત જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા.



 
આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, જેઓ થાર અને ડમ્પર અકસ્માત બાદ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા.

આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.



મુખ્યમંત્રીએ પણ સંવેદના સાથે સહાયની કરી જાહેરાત આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરશે.