1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (16:36 IST)

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી

ahmedabad civil hospital
- અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી
- SVP હોસ્પિટલમાં તૈયાર કરાયેલું ભોજન શારદાબેન હોસ્પિટલના દર્દીઓને અપાય છે
Shardaben Hospital, Ahmedabad
Shardaben Hospital, Ahmedabad
શહેરમાં વસ્ત્રાપુરની એક રેસ્ટોરાંમાં સલાડમાંથી ઈયળ નીકળતાં રેસ્ટોરાંને ફુડ વિભાગે 12 હજારનો દંડ ફટકાર્યો હતો
Shardaben Hospital, Ahmedabad
Shardaben Hospital, Ahmedabad
અમદાવાદઃ  શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે AMCની હોસ્પિટલોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ હોસ્પિટલો ભલે નવી નકોર બનાવીને દર્દીઓને સેવાઓ પુરી પાડવાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી ગરોળી નીકળતાં ફફડાટ ફેલાયો છે. આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હોવાનું જાણવા મળ્યું છે. 
 
દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપવામાં આવે છે. આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં બેદરકારી સામે આવી છે. દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગનીદાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની બેદરકારીથી તંત્ર દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડાં કરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 
 
વસ્ત્રાપુરની રેસ્ટોરાંમાં સલાડમાંથી ઈયળ નીકળી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ ભાજીપાવ કોર્નર નામની રેસ્ટોરાંમાં પરિવાર સાથે યુવક જમવા માટે ગયો હતો.ત્યારે સલાડમાંથી ઈયળ નીકળી હતી. ઈયળ નીકળતાની સાથે જ યુવકે ત્યાંના સ્ટાફને બોલાવ્યો હતો. જેથી સ્ટાફ દ્વારા સોરી કહી અને માફી માંગી લીધી હતી. યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને જાણ કરી હતી. ઈયળ નીકળી હોવા અંગેનો તેણે વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો.તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનના ફૂડ વિભાગના અધિકારીને મોકલી આપ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા તે દિવસે કાર્યવાહી કરવાની જગ્યાએ બીજા દિવસે સવારે ત્યાં તપાસ કરી હતી અને કોઈપણ પ્રકારની અનહાઇજનિક વસ્તુ મળી આવી નહોતી. જેથી માત્ર રૂપિયા 12 હજારનો દંડ કરીને નોટિસ આપવામાં આવી હતી.