ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (11:32 IST)

સોમનાથથી દ્વારકા જતી બસ પલટી, 1 નુ મોત

- બસ બરડીયા ગામ પાસે પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
- રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઇ
 
દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા દર્શનાર્થીઓથી ભરેલી બસ બરડીયા ગામ પાસે પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8 જેટલા લોકોને ઇજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ  108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતમાં  1 યુવકનું  મોત થયું છે જ્યારે 2 દર્દીને હાલત વધુ ગંભીર હોવાથી  સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.
 
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહેવાલો મુજબ આ માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.
 
મળતી માહિતી મુજબ, વડોદરા અને ભરૂચનાં દર્શનાર્થીઓ ખાનગી બસમાં દ્વારકા અને સોમનાથના પ્રવાસે નીકળ્યા હતા. બસ સોમનાથ થી દ્વારકા તરફ જઈ રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઇ હતી.