1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (17:49 IST)

વાલીઓને ચેતવતો કિસ્સોઃ સુરતમાં ઘરેથી કહ્યા વિના સ્કૂટી લઈને નીકળેલા વિદ્યાર્થીને ટ્રક ચાલકે કચડ્યો

-પિતા દરરોજ તેને ટ્યૂશને મૂકવા જતા હતા
-સવારે તે સ્ક્રૂટી લઈને ટ્યૂશન જવા માટે નીકળ્યો હતો.
-મ ટ્રકની અડફેટે આવી જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું 

Surat- સુરત શહેરમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. લિંબાયત સંગમ સર્કલ પાસે ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકને એક ટ્રક ચાલકે કચડી નાખતા મૃત્યુ નીપજ્યું છે. બાળકને આવતા મહિને બોર્ડની પરીક્ષા હતી. પિતા દરરોજ તેને ટ્યૂશને મૂકવા જતા હતા, પરંતુ આજે બાળકના પિતા સૂતા હતા ત્યારે તે ખુદ સ્ક્રૂટીની ચાવી લઈ નીકળી ગયો હતો અને જાણે કાળ બોલાવતો હોય તેમ ટ્રકની અડફેટે આવી જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.


આ અંગે મૃતક બાળકના પિતાએ જણાવ્યું કે, તમારાં નાનાં બાળકોને વાહન ચલાવવા ન આપવું જોઈએ.મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત સ્થિત ખાનપુર પાસે 17 વર્ષીય શેખ સમસુલ મંજુર આલમ પરિવાર સાથે રહેતો હતો અને ધો.10મા અભ્યાસ કરતો હતો. આજે સવારે તે સ્ક્રૂટી લઈને ટ્યૂશન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન ટ્રકની અડફેટે આવતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.વિદ્યાર્થી ધો.10મા અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષા પહેલાં અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે. તેના પિતા જરી ડાયમંડનું કામ કરે છે. જ્યારે તેને અન્ય એક ભાઈ અને બે બહેન છે. અકસ્માતની આ ઘટનામાં લોકોએ ટ્રકચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.