રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (11:40 IST)

અમદાવાદમાં થલતેજની એક હોટલના રૂમમાં રૂપલલના અને 3 ગ્રાહકો વચ્ચે દારૂ પીધા બાદ મારામારી

અમદાવાદમાં થલતેજની એક હોટલના રૂમમાં દારૂ પીધેલી હાલતમાં રૂપલલના અને 3 યુવકો વચ્ચે ઝગડો થતા યુવકોએ રૂપલલનાને અસહ્ય માર માર્યો હતો. બૂમાબૂમ થતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે યુવતી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની ધરપકડ કરવામાં આવી, જ્યારે સામે પક્ષે રૂપલલનાની ફરિયાદના આધારે 3 યુવકો સામે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.

થલતેજની એવલોન હોટલના રૂમમાંથી એક યુવતીએ બુધવારે રાતે કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું કે, 3 યુવકોએ તેને બહુ મારી છે. જ્યારે હોટલના સ્ટાફે તે ત્રણેય યુવકોને ભગાડવામાં મદદ કરી છે. આ મેસેજના આધારે વસ્ત્રાપુર પોલીસ મહિલા પોલીસ સાથે હોટલે પહોંચી ત્યારે એક યુવતી હાજર હતી, તેને કપાળે લોહી નીકળતું હતું તેમજ શરીરના અન્ય ભાગે ઈજાના નિશાન હતા. આ યુવતી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ દારૂ પીધાનો કેસ કરીને તેની ધરપકડ કરી હતી, જ્યારે સામે પક્ષે યુવતીએ તેની સાથે મારામારી કરીને ભાગી ગયેલા 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગત બુધવારે રાતે એક યુવકે તેને ફોન કરીને અખબારનગર પેટ્રોલ પંપ પાસે બોલાવી, ત્યાંથી તેને બાઈક પર થલતેજની એવલોન હોટલના રૂમમાં મૂકી ગયો હતો. હોટલના રૂમમાં 3 યુવકો હતા, ત્યાં યુવતી થોડીવાર રોકાયા બાદ તે ત્રણેયે દારૂ પીને યુવતી સાથે ઝઘડો કરી માર મારી ગાળો બોલી હતી. યુવતીએ પોલીસને ફોન કરતા ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા.

યુવતીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે નાસી છૂટેલા ત્રણેય યુવકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. રૂપલલના રાતે 10 વાગે હોટલના રૂમમાં ગઈ તેના બે કલાક બાદ મારા મારી થઇ હતી. જ્યાં તેમની વચ્ચે શરીરસુખ માણ્યા બાદ પૈસા બાબતે અથવા તો દારૂ પીને તેની સાથે જોર જબરજસ્તી કરવા બાબતે મારામારી થઇ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ આદરી છે. હોટલ એવલોનના રૂમ સુધી રૂપલલનાને ગ્રાહકો પાસે લઈ જનાર યુવકનું નામ-મોબાઈલ નંબર યુવતીએ પોલીસને આપ્યા હતા. ત્રણેય ગ્રાહક હોટલના રૂમમાં આવ્યા હોવાથી હોટલના સીસીટીવી ફૂટેજમાં તેમની તસવીરો કેદ થઇ હોવાથી પોલીસે તેના ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.