શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (09:25 IST)

જાણો ગુજરાત ક્યાં ખાબક્યો કમોસમી વરસાદ, વાતાવરણમાં વધ્યું ઠંડીનું પ્રમાણ

Find out where Gujarat has received unseasonal rains
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ઠંડીના ચમકારા સાથે વરસાદ પડતા લોકોની સ્થિતિ કફોડી બની હતી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, વાપી, તાપી ,ભરૂચ , નવસારી, નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિતના જિલ્લામાં માવઠું પડ્યું હતું. જેમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.
 
ઊંઝા અને બેચરાજીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. નવેમ્બરની મધ્યમાં માવઠું થતાં શિયાળું સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જો કે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ શકે છે.કેમ કે કમોસમી વરસાદે બધો ખેલ બગાડી દીધો છે.અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક પલળી ગયો છે. 
 
અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને વાદળછાયું વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.  ત્યારે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. નલિયામાં ઠંડીમાં વધારો થતાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટણ અને ડીસામાં 13.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. તેના કારણે ઠંડીનું જોર ઘટશે. 
 
અચાનક વરસાદ ખાબકતાં માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે મગફળીનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પણ કપાસ તેમજ મગફળીના પાકને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 
 
તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે.. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.