શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (11:07 IST)

Weather Updates- નોરતાના સાતમ આઠમ બગાડવાની તૈયારી- તમે રેન ડાંસ માટે તૈયાર રહેજો

weather news
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે આગામી 3-4 દિવસ દરમિયાન તીવ્ર બને તેવી શક્યતા છે, જેના કારણે આંદામાન નિકોબાર અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાનું કહેવું છે કે ઓક્ટોબર 12 થી 14 વચ્ચે કેરળમાં ભારે વરસાદ પડી શકે છે
 
બીજી તરફ ગુજરાત અને છત્તીસગઢના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને પરત ફરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે, જેના કારણે આ બે રાજ્યો ઉપરાંત મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહારના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે.