શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (08:36 IST)

ઘરેલૂ એલપીજી સિલેંડર થયુ મોંઘુ આજે પછી વધી ગયા રેટ, 1000 રૂપિયા આટલા ઓછી રહી ગઈ કીમત

ઘરેલૂ એલપીજી સિલિન્ડર ફરી એક વખત મોંઘુ થયું છે. 6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરના રોજ માત્ર 19 કિલો વ્યાપારી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈમાં બિન-સબસિડી વગરના સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં એલપીજી સિલિન્ડર માટે તમારે 1000 માંથી માત્ર 2 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.
 
કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર હવે 915.50 રૂપિયામાં મળશે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને જોતા આશંકા છે કે આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી પણ આગળ વધી જશે.