1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (10:46 IST)

રસ્તા પર જોવા મળ્યું સિંહોનું ટોળું, કેમેરા કેદ થયો નજારો, વિડીયો જોઇ આશ્વર્ય પામશો

lion
આજકાલ વન્યજીવો વસતી વચ્ચે રખડતા જોવાના બનાવો સામાન્ય બની ગયા છે. જંગલો કાપીને તૈયાર થઇ રહેલી માનવ વસવાટ બેજૂબાન જાનવરો માટે મોટો ખતરો બની રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ પોતાનું સ્થાન પાછું મેળવવા માટે આવે છે અને આક્રમક બનીને મનુષ્યો માટે ખતરો બની જાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિંહોનું ટોળું રોડ પર બિન્દાસ ફરતું જોવા મળે છે. આ વીડિયોમાં એક-બે નહીં પરંતુ અનેક સિંહો આસપાસ ફરતા જોઈ શકાય છે. આ વીડિયોને જાણીતા IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરતાં નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે, "વધુ એક દિવસ, વધુ એક ગૌરવ....ગુજરાતના રસ્તા પર ચાલતા."

 
નંદા દ્વારા શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપમાં 8 સિંહો આસપાસ ફરતા જોવા મળે છે. આ તમામ સિંહો મુક્તપણે ફરતા હોય ત્યારે ત્યાં લગાવેલા સિક્યુરિટી કેમેરામાં કેદ થયા હતા. આ તમામ સિંહો એક લાઈનમાં આગળ જતા જોવા મળે છે. ત્યારે જ આગળ દોડતો સિંહ નજીકની નાની દિવાલ પર ચઢી જાય છે. તેની સાથે અન્ય સિંહ પણ ત્યાં ચઢી જાય છે. વીડિયોમાં સામેથી એક વાહન પણ આવતું દેખાઈ રહ્યું છે. વાહનની હેડલાઇન ઝડપથી ચમકતી હોય તેવું લાગે છે. જો કે, વાહન ચાલક આ સિંહોને જુએ છે અને જોખમ સમજીને ત્યાં જ અટકી જાય છે.
 
લોકો આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગીરના જંગલોમાં સિંહોની વસ્તી વધી રહી છે તે અંગે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ સિંહોના રહેઠાણમાં સતત ઘટાડો થવાના ગંભીર પરિણામો આવી શકે છે તેવું પણ તેઓ માની રહ્યા છે.
 
એક યુઝરે ટ્વીટમાં લખ્યું કે, "આ પ્રકારના દ્રશ્યો એક ખરાબ સપ્ન સમાન હોય છે- અને પછી હું જાગી જઈશ અને અનુભવીશ કે આપણે આવા શહેરમાં રહીએ છીએ જ્યાં જંગલી જાનવરો રસ્તા પર આવી શકતા નથી. પરંતુ આપણે બિલ્ડીંગો બનાવવાની ભૂલ કરી, તેમના જંગલો આસપાસ આ રીતે ફરશે..ભયાનક.'