1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 ઑક્ટોબર 2022 (10:41 IST)

સરકારી બસ અડફેટે આવી ગયું ઘેટા-બકરાંનું ટોળું, 135ના મોત, 25થી વધુ ઘાયલ

કચ્છના સુરજબારી બ્રિજ પર આજે પૂરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી.એ ઘેટા-બકરાને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 135 ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. જેના કારણે પુલ પર પશુઓના લાશોનો ઢગલો જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં 25 જેટલા ઘેટાં-બકરાંને ગંભીર ઈજાઓ પહોંચી છે.
 
કચ્છના પ્રવેશ દ્વાર સૂરજબારી બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પુલ પર પુરપાટ ઝડપે એક એસટી આવી રહી હતી અને તે દરમિયાન ઘેટાં-બકરાંનું ટોળું પણ અહીંથી પસાર થઈ રહ્યું હતું. બસનો જોરદાર હોર્ન સાંભળીને ટોળું વિખેરાઈ ગયું અને મોટો અકસ્માત સર્જાયો. બસ નીચે કચડાઈને 135 પશુઓના મોત થયા હતા. જ્યારે 25 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
આ અકસ્માતમાં 100 માદા અને 35 નર ઘેટાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ માલધારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અસરગ્રસ્ત માલધારીઓને આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.