એક કલાક છવાયો અંધારપટ: ડીપીએસ બોપલે અર્થ અવરની કરી ઉજવણી

Last Updated: બુધવાર, 31 માર્ચ 2021 (09:51 IST)
આપણી પૃથ્વીના સૌથી મોટા પર્યાવરણીય પડકારનો સામનો કરવાના ઉદ્દેશ્યથી દિલ્હી પબ્લિક સ્કુલ-બોપલે રવિવારે સતત બારમા વર્ષે અર્થ અવરની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જે વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને બિન-જરૂરી ઇલેક્ટ્રિક લાઇટ્સને એક કલાક માટે બંધ કરી દેવા માટે પ્રોત્સાહિત કરે છે.
નિસબત ધરાવતા વિદ્યાર્થીઓના એક ગ્રૂપે એક અભિયાનનું આયોજન કરી રાત્રે 8:30થી 9:30 દરમિયાન બિન-જરૂરી તમામ લાઇટ્સ બંધ કરવાની સૌ કોઇને વિનંતી કરતો એક સંદેશ સંબંધિત ગ્રૂપોમાં મોકલ્યો હતો. ગ્રીન વૉરિયર્સ અને ગ્રીન ટીચર્સ સહિતના ડીપીએસ પરિવારના સભ્યો અને એડમિન સ્ટાફ આપણા અસ્વસ્થ ગ્રહ પ્રત્યે યોગદાન આપવાના દ્રઢ નિર્ધારની સાથે આ અભિયાનમાં જોડાયા હતા.
નિર્ધારિત સમય દરમિયાન લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી અને આ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતાં, જેમ કે, પોતાના ભાઈ-બહેન સાથે રમવું, ઇન્ડોર ગેમ્સ રમવી તથા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લાઇટના બલ્બને બદલે મણીબત્તી અને માટીના દિવડાં જેવા ઊર્જા અને પ્રકાશના પરંપરાગત સંસાધનોનો ઉપયોગ કરી કેન્ડલ લાઇટ ડીનરનું આયોજન કરવું વગેરે.


આ પણ વાંચો :