સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (14:48 IST)

જામનગર સાઇબર ક્રાઇમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્કનો પર્દાફાશ કર્યો, ઝડપાયેલો શખ્સ માત્ર ધોરણ 10 સુધી જ ભણેલો છે

child pornography
જામનગર સાઇબર ક્રાઇમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરના દહેગામથી ઝડપેલા શખ્સના મોબાઇલમાંથી પોર્નોગ્રાફીનાં 224 વીડિયો તેમજ 1600 ફોટો મળી આવ્યા છે. ઝડપાયેલો શખ્સ માત્ર ધોરણ 10 સુધી જ ભણેલો છે, છતાં તે રશિયા અને ફ્રાન્સ જેવાં ચાર દેશો સાથે જોડાયેલો છે.જામનગરના સાઇબર ક્રાઇમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિકીભાઈ ઝાલાને બ્રાઉઝર એનાલિસિસ દરમિયાન એક ગૃપની લીંકની મળી હતી. જે લીંક પર ક્લિક કરતાં એક વોટ્સએપ ગૃપ ખુલ્યું હતું. જેને ચેક કરતાં તેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું જણાઇ આવ્યું હતું. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં આ ગૃપને હેન્ડલ કરતો શખ્સ ગાંધીનગર જિલ્લાનો હોવાનું જણાઇ આવ્યું હતું.

આ કેસને ઉકેલવા જામનગર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ગાંધીનગર જવાં રવાના થઇ હતી. આરોપીનું લોકેશન ટ્રેક ન થતાં ચિલોડા અને દેહગામ પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી હતી અને તેને દબોચી લીધો હતો. જેની પુછપરછમાં આરોપીનું નામ કિશન પરમાર હોવાનું સામે આવ્યું હતું. આરોપીનો મોબાઇલ ચેક કરતાં તેમાંથી 600 ઉપરાંત ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ફોટો તથા 224 વીડિયો મળી આવ્યા હતા. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે કડકાઇથી પૂછપરછ કરતા શખ્સે વધું 1600 જેટલા પોર્નોગ્રાફીના વીડિયો બતાવ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને જામનગર લાવીને કડકાઇથી પુછપરછ કરતાં જાણાવા મળ્યું હતું કે, માત્ર 10 ધોરણ સુધી જ ભણેલો છે. આ શખ્સ યુટ્યુબમાંથી શીખીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની એક એપ બનાવી હતી અને ચાર જેટલાં વૈશ્વિક વોટ્સએપ ગૃપ પણ બનાવ્યાં હતાં. જેમાં રશિયા, ફ્રાન્સ સહિતના દેશો સાથે શખ્સો જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સે ટેલિગ્રામ એપ્લિકેશનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની બોટ પણ બનાવી હતી. પોતે ચાઈલ્ડના એડલ્ટ વીડિયો અપલોડ કરી વૈશ્વિક ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.