મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (08:33 IST)

ગ્રેડ પે બાબતે પોલીસ તરફથી મેસેજ વાઈરલ કરી ઉશ્કેરણી બદલ તેની સામે પોલીસ ફરિયાદ

પોલીસ કોન્સ્ટેબલના ગ્રેડ પે બાબતે ચાલેલા આંદોલન સંદર્ભે સોશ્યલ મીડિયામાં પોલીસ તરફથી અને સરકારના વલણ વિરૂદ્ધ મેસેજ કરવા બદલ થયેલ ફરિયાદને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરના ગોવિંદ વાલાણી નામના વ્યક્તિ સામે સોશિયલ મીડિયામાં ગ્રેડ પે બાબતે પોલીસ તરફથી મેસેજ વાઈરલ કરી ઉશ્કેરણી બદલ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને રિપોર્ટ રજૂ માટે નિર્દેશ આપ્યા છે. 
 
ચાલુ વર્ષે ઓકટોબર માસમાં ગ્રેડ પે વધારા મામલે રાજ્યના પોલીસ કોન્સ્ટેબલ પરિવારજનોએ આંદોલન ચલાવ્યું હતું અને ગ્રેડ પે આ વધારો કરવામાં આવે તેવી માંગ સોસીયલ મીડિયામાં અનેક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાબતે જેતપુરના અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ ગોવિંદ વાલાણી નામના વ્યક્તિએ પણ સોશિયલ મીડિયા પર પોલીસ આંદોલનને સમર્થનમાં ટ્વિટર અને ફેસબુક પર કેટલાક મેસેજ પોસ્ટ કર્યા હતા. જે સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આંદોલને ઉશ્કેરવાના કરવાના આરોપ સાથે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 
 
જે મામલે અરજદાર ગોવિંદ ગોવાણી એ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામે થયેલ ફરિયાદને રદ કરવા માટે અરજી કરી છે આ મામલે અરજદારના વકીલ પુનિત જુનેજાએ કોર્ટ સમક્ષ આ ફરિયાદ ખોટી હોવાની દલીલ કરી હતી. જે બાબતે કોર્ટે આ અરજદારની ફરિયાદ રદ કરવાની અરજીને એડમિટ સરકારી વકીલને આ બાબતે રિપોર્ટ રજુ કરવા માટે નિર્દેશ આપ્યો છે.