શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (13:01 IST)

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ રાહદારીને ટક્કર મારી

accident news
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર ગઇકાલે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલક મહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલો ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

CCTVમાં જોવા મળતી વિગત મુજબ યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતા યુવાન રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલો ઢસડાતો જોવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.

જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતા તેમાં નુકસાન પહોંચ્યું છે.ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપીનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇ આકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતો હતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતા બસે અકસ્માત સર્જ્યો હતો.