મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (10:40 IST)

રાજકોટના નિવૃત્ત ઇજનેર અધિકારી પોતાને કલકી અવતાર ગણાવતાં કહ્યું, 'હું ઓફિસે ગેરહાજર રહ્યો ત્યારે મારું કલી રાક્ષસ સાથે યુદ્ધ ચાલતું હતું

kalki avtar
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગમાં અગાઉ ઇજનેર તરીકે ફરજ બજાવતા અને પોતાને કલ્કી અવતાર તરીકે ઓળખાવતા રમેશચંદ્ર ફેફરે ફરીથી પોતાના વિભાગ પાસે પોતાના એક વર્ષના પગારના રૂ.16 લાખની ઉઘરાણી કરી હતી, એ એક વર્ષ દરમિયાન પોતે ઓફિસમાં હાજર નહોતા રહ્યા પરંતુ તે સમયે પોતે ઘરે રહીને કલી રાક્ષસ સાથે યુદ્ધ કરતા હતા અને જેને કારણે ભારત આર્થિક બરબાદ થતાં અટકી ગયું હતું.

કાલાવડ રોડ પરની બંસરી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર ફેફરે તા.22 એપ્રિલના સચિવ, જળસંપત્તિ વિભાગ, નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગરને પત્ર લખ્યો હતો, જેમાં તેણે એક વર્ષના લેવાનો બાકી પગાર રૂ.16 લાખ તાકીદે ચૂકવી દેવા કહ્યું હતું. ફેફરે પત્રમાં લખ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ.16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે, આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે.ફેફરે પત્રમાં વિશેષમાં લખ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર જ છું, અને એક વર્ષ ઓફિસમાં ગેરહાજર રહેલો ત્યારે મારું કલી રાક્ષસ સાથે યુદ્ધ ચાલતું હતું, જો હું ગેરહાજર ન રહ્યો હોત તો આજે જેમ રશિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાનો આર્થિક વિકાસ દર જે ભારત કરતા ઓછો છે એના બદલે ભારત આર્થિક રીતે બરબાદ થઇ ગયું હોત.