રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (15:56 IST)

મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

morbi
મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા ને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.
        સદ્ગત નાં આત્મા ના શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.૩-૧૧-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવા માં આવેલ છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.