ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2023 (10:21 IST)

બનાસકાંઠા - નાસ્તો વેચતા યુવકને આવ્યો હાર્ટએટેક

heart attack in gujarat
ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. આજે વધુ એક  હાર્ટ એટેકના સમાચાર આવ્યા છે.  બનાસકાંઠામાં હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરના એરોમાં સર્કલ નજીક હાર્ટએટેકથી 23 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. 

એરોમાં સર્કલ નજીક રાત્રીના સમયે નાસ્તાનું કેબીન ચલાવતા નમનકુમાર સીસોદીયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. નમનકુમાર કેબિનમાં નાસ્તો વેચી રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક હૃદય રોગનો હુમલો થતાં યુવક ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. જિલ્લામાં હાર્ટ અટેકથી અનેક લોકોના મોત નિપજતાં ફફડાટ વ્યાપ્યો છે.