રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑક્ટોબર 2023 (13:52 IST)

વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું થયુ મૃત્યુ

Vadodara Heart attack- રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેમાં પણ તરુણો અને યુવાનોના આ કાતિલ હાર્ટ એટેક હાર્ટ ફેઈલ કરી રહ્યો છે. તબીબી બાલમ પણ ચિંતામાં છે. તેવામાં વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું છવાયું છે.
 
પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા.  યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહે છે. પંરતું સેન્ડવીચની દુકાનમાં માત્ર દોઢ મિનિટમાં હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું