1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (14:39 IST)

Panipuri Bans - ગુજરાત: આ શહેરમાં પાણીપુરી પર 10 દિવસ પ્રતિબંધ

Gujarat: Ban on Panipuri for 10 days in this city
Panipuri Bans- હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે વડોદરા શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશને પાણીપુરી વેચાણ પર પ્રતિબંધને યુ-ટર્ન લીધો છે. કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે ખુલાસો કરતા જણાવ્યું કે, શહેરમાં સંપૂર્ણરીતે પાણીપુરી વેચાણ પર પ્રતિબંધ નથી. અનહાઈજેનિક કન્ડીશન રાખતા પાણીપુરી વેચનારા લોકોની લારી બંધ કરાવીશું. કોર્પોરેશનની સતત ડ્રાઇવ ચાલુ રહેશે. જે હાઈજેનિક કન્ડીશન રાખી રહ્યા છે તેવો પાણીપુરી વેચી શકશે. 
 
ગઈકાલથી શરૂ થયેલી આરોગ્ય વિભાગની તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ દ્વારા દરરોજ ડ્રાઇવ ચલાવવામાં આવશે.