1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (12:50 IST)

બે દિકરીની હત્યા કરનાર માતાનો ખુલાસો

બે દિકરીની હત્યા કરનાર માતાનો ખુલાસો તેણે દીકરીઓની જીંદગી પૂરી કરી નાખી કહીને અફસોસ વ્યક્ત કર્યો હતો. 
શુ છે મામલો 
વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. દક્ષાબેન ચૌહાણ નામની મહિલાએ પોતાની ધો.9માં ભણતી એક દીકરી અને કોલેજમાં ભણતી બીજી દીકરીને ઝેરી દવા પાઇ હતી. બાદમાં દક્ષાબેને પણ ઝેરી દવા પી લીધી હતી. જો કે, બન્ને દીકરીનું મોત નિપજ્યું છે 
 
દક્ષાબેને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે.આ ઘટનાને લઈને સોસાયટીમાં રહેતા લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. પોલીસે પરિવારના અન્ય સભ્યોનો નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. બન્ને દીકરીઓના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે