શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (13:24 IST)

સુરતમાં રસ્તો ક્રોસ કરતા યુવકને BRTS રૂટમાં ST બસે અડફેટે લીધો, ઘટના સ્થળે જ મોત નિપજ્યું

accident
સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસની અડફેટે આવી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ નેપાળનો વતની યુવક અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ​​​​ પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન એસટી બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો.

મૂળ નેપાળનો રહેવાસી અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો સુભાષ રાકેશ પાસીના (ઉં.વ.આ.19)ના સવારના આઠ વાગ્યાની આસપાસ પાંડેસરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરીને બીઆરટીએસ રૂટમાંથી પસાર થતો હતો. એ તે દરમિયાન બીલીમોરાથી મોડાસા જતી બસની અડફેટે આવી ગયો હતો, જેથી ઘટનાસ્થળે માથું ફાટી જતાં તે મોતને ભેટ્યો હતો.સમગ્ર કેસની સાથે જોડાયેલા પીએસઆઈ કે.ડી.પટેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું, જેથી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માત નિપજાવનાર એસટીના ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જેથી તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.