રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 23 જાન્યુઆરી 2022 (17:32 IST)

સંતરામપુર પાસે ST બસ અકસ્માત, 3 યુવાનના ઘટના સ્થળે જ મોત

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી  અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
 
ઘટના સ્થળે જ ત્રણેયના મોત
સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા
 
ઝાલોદ-અમદાવાદ ST બસ અકસ્માત બાદ બાઇકને ઘસડીને દૂર સુધી લઇ ગઇ હોવાનું અનુમાન છે, કારણ કે, બસની પાછળ 100 મીટર દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહો પોલીસને મળ્યા હતા.