સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (21:20 IST)

Gujarat Corona Update - ગુજરાતમાં આજે કોરોનાના રેકોર્ડ 23150 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં હવે કોરોનાની આંધી આવી ચુકી છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો સ્થિર થવા લાગ્યા છે. 24 કલાકમાં 23150 નવા કેસ નોંધાયા છે અને 15ના મોત થયા છે. તેમજ 10103 દર્દી સાજા થયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે
 
જો કે એક જ દિવસમાં વેન્ટીલેટર પરના દર્દીઓમાં મોટો ઉછાળો આવ્યો છે. 21 જાન્યુઆરીએ 172 દર્દી વેન્ટીલેટર પર હતા, જે 22મીએ વધીને 244 થઈ ગયા 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 45 હજાર 938ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 230 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9 લાખ 5 હજાર 830 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 29 હજાર 875 એક્ટિવ કેસ છે, જેમાંથી 244 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 29 હજાર 631 દર્દીની હાલત સ્થિર છે.
 
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
 
અમદાવાદ આજે કુલ 8332 કેસ, 
સુરતમાં 2488 કેસ, 
વડોદરામાં 3790 કેસ, 
રાજકોટમાં 2029 કેસ, 
જુનાગઢમાં 156 કેસ,
ભાવનગરમાં 436 કેસ, 
જામનગરમાં 730  કેસ, 
ગાંધીનગરમાં 874  કેસ 
વલસાડમાં 359  કેસ, 
ભરૂચમાં 448 કેસ, 
નવસારીમાં 240 કેસ, 
મોરબીમાં 373 કેસ, 
મહેસાણા 238 કેસ, 
આણંદમાં 565 કેસ, 
બનાસરકાંઠામાં 253 કેસ, 
કચ્છમાં 462  કેસ, 
ખેડામાં 169 કેસ, 
પાટણમાં 236  કેસ, 
સુરેન્દ્રનગરમાં 144 કેસ, 
નર્મદામાં 46 કેસ, 
દાહોદમાં 81 કેસ, 
પોરબંદરમાં 51 કેસ,
સાબરકાંઠામાં 186 કેસ, 
અમરેલીમાં 213 કેસ, 
દ્વારકામાં 73 કેસ, 
તાપીમાં 87 કેસ, 
પંચમહાલમાં 74 કેસ, 
ગીર સોમનાથમાં 35 કેસ, 
મહીસાગરમાં 20 કેસ, 
ડાંગમાં 8 કેસ, 
અરવલ્લી જિલ્લામાં 12 કેસ, 
બોટાદમાં 16 કેસ, 
છોટા ઉદેપુરમાં 8 કેસ નોંધાયા છે