શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (20:28 IST)

Gujarat Corona Update - કોરોનાએ રૌદ્ર સ્વરૂપ કર્યુ ધારણ, 24 કલાકમાં પહેલીવાર 20966 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં રોજબરોજ આવી રહેલા કોરોનાના કેસના આંકડા હવે ખરેખર ડરાવી રહ્યા છે. આજે કોરોનાના અધધધ 20966 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ મોત થયા છે.  જ્યારે 125 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 9828 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ 90,726 કેસ સુધી પહોંચી ગયા છેઅને 9 હજાર 828 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને 90 હજારને પાર થયાં છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,371 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3318 કેસ તો રાજકોટમાં 1259 કેસ, વડોદરામાં 1998 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 446 કેસ, ભાવનગરમાં 526 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  
 
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 233 દિવસ બાદ આટલાં મોત થયાં છે. અગાઉ 9 જૂને 10નાં મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. રાજ્યમાં એક્ટીવ કેસ 90,726
આજે કોરોના વેક્સિનના 2.02 લાખ ડોઝ અપાયા અત્યાર સુધી કુલ  9.55 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
 
રાજ્યમાં આજે 20966 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 17 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?
 
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના મોત થયા છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. બીજી બાજુ, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતા, આમ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.દેશમાં અત્યાર સુધીમાં 8 હજાર 961 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે.