સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (09:35 IST)

કોવિડ-19: ભારતમાં કોરોના સંક્રમણના 2.38 લાખ નવા કેસ, ગઈકાલ કરતાં 7 ટકા ઓછા

ભારતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોવિડ-19ના 2.38 નવા કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા કેસો કરતા 7 ટકા ઓછા છે. સોમવારે ચેપના 2.58 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે આ આંકડો 2.71 લાખ હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત 310 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 1.57 લાખ સાજા પણ થયા હતા.