સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (16:33 IST)

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા ગરમાઈ રાજનીતિ, ગાયક કલાકાર વિજય સુવાળા સત્તાવાર ભાજપમાં જોડાયા

ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
 
 દરેક પક્ષ પોતે મજબૂત થવા કોઇને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે ઇસુદાનની સાથે સ્ટેજ શેર કરનારા વિજય સુવાળા એક મહિનાની અંદર જ પોતાની વિચારધારા બદલીને પોતાની યુવાની કેમ બરબાદ કરવી એવું કહી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાવા માટે તેમની પાસે કોઇ ખાસ કારણ નથી પણ કયા કારણથી તેઓ જોડાયા તે પણ કહેવા તૈયાર નથી. આ કલમમાં થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામ સામે આવ્યા હતા, ધીંગાણું થયું અને હવે આ જ આમ આદમી પાર્ટીના નેતા રહેલા વિજય સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે.
 
ગુજરાતના લોક ગાયક ગણાતા વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી અને ગણતરીના કલાકોમાં ભાજપમાં જોડાઈ ગયા. આજે વિજય સુવાળા તેના સમર્થકો સાથે કમલમ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પલટી મારી અચાનક ભાજપમાં કેમ આવ્યા તેના જવાબમાં હાસ્યાસ્પદ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજી હું યુવાન છું શા માટે મારી યુવાની જતી કરવી.
 
આમ આદમી પાર્ટીમાં મોટી મોટી વાતો કરતાં વિજય સુવાળા હવે ભાજપમાં જોડાવાનું કારણ શુદ્ધા પણ આપી શકતા નથી સ્ટેજ પરથી લોકગાયકી કરવી અને રાજકારણમાં વિચારધારાને જોડાઈ રહેવું ખૂબ અલગ બાબત છે તે વાત વિજય સુવાળા ભુલાઈ ગયા લાગે છે. હવે આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં જો વિજય સુવાળાને કોઈ મોટી તક નહીં મળે તો તેમનો આ નિર્ણય કદાચ ખોટો સાબિત થઇ શકે છે તેવું રાજકિય વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.