ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (14:55 IST)

કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે 21 અને 22 જાન્યુઆરીએ કચ્છમાં વરસાદની આગાહી. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં જાણે બર્ફીલો માહોલ સર્જાયો હોય તેવી કડકડતી ઠંડી પડી રહી હતી
 
જો કે, રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયાં છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 12.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડિગ્રી નોધાયો હતો.