શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (12:55 IST)

અમદાવાદમાં પ્રેમિકા સાથે ભાગેલો યુવક 6 વર્ષ કેસ લડી નિર્દોષ સાબિત થયો; જેલમાંથી છૂટી ફરી તેની સાથે લગ્ન કર્યાં

love jihad
અમદાવાદમાં 17 વર્ષીય સગીરા પાડોશમાં રહેતા 22 વર્ષીય યુવકના પ્રેમમાં પડી હતી. જો કે બંનેના પરિવારના સંબંધની જાણ થઈ જતાં પરિવાર વચ્ચે ઝઘડા શરૂ થયા હતા અને તેમના આ સંબંધનો વિરોધ કરી રહ્યા હતા. જેથી બંને નક્કી કરી સાથે ભાગી ગયા. બીજી તરફ સગીરાના પિતાએ પાડોશી યુવક પુત્રીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા બીજા દિવસે પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટેમાં રજૂ કરતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

કોર્ટમાં સગીરાના નિવેદન બાદ યુવકને નિર્દોષ છોડવામમાં આવ્યો અને ત્યાર બાદ સગીરા પુખ્તવયની થતાં બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા આમ બંને સાત વર્ષ બાદ ભેગા થયા હતા.સગીરા અને 22 વર્ષીય યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની જાણ એકબીજાના પરિવારને થતાં ઝઘડા શરૂ થયા હતા. જો કે, પ્રેમમાં પાગલ બંનેએ કોઈપણ ભોગે સાથે રહેવાનો નિર્ણય કરી લીધો હતો. સગીરાને તેના પરિવારજનોએ અન્ય જગ્યાએ પરણાવવાનું નક્કી કર્યું હતું. આથી પ્રેમી સાથે ભાગી જવા સિવાય કોઈ રસ્તો નહોતો. સગીરા 17 વર્ષની હોવાથી ભાગીને લગ્ન કરવા અશક્ય હોવાથી યુવકે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 2016માં બંને હિંમત કરીને ઘરેથી ભાગી ગયા હતાં. આ અંગે સગીરાના પિતાએ પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે યુવકની પોક્સો, અપહરણ, બળાત્કાર સહિતની કમલો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે યુવકે કોર્ટમાં રજૂ કરતાં તેને સાબરમતી જેલમાં મોકલાયો હતો.

જેલમાંથી બહાર આવવા યુવકે પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે તેને શરતોને આધીન જામીન આપ્યા હતા, ત્યારબાદ સગીરા પુખ્તવયની થતાં બંનેએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કરી લીધા હતા. પોલીસે પોક્સો કોર્ટમાં આરોપી પ્રેમી વિરુદ્ધ ચાર્જશીટ કરી હતી. આથી કોર્ટે કાર્યવાહી શરૂ કરવા પ્રેમી સામે તહોમતનામું ઘડ્યું હતું. કોર્ટમાં આરોપી પ્રેમી તરફે એડવોકેટ અયાઝ શેખે દલીલો કરી અને કાનૂની કાર્યવાહી દરમિયાન સગીરાએ કહ્યું કે, મને કોઇ ભગાડીને નહોતું લઇ ગયું. હું મારી જાતે ભાગી હતી અને કોઇએ મારી સાથે ખરાબ કૃત્ય કર્યુ નથી. 6 વર્ષ ચાલેલી કાનૂની કાર્યવાહીના અંતે પુરાવાના અભાવે આરોપી પ્રેમીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. પ્રેમી નિર્દોષ છૂટી જતાં સગીરા પુખ્ત થતાં પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. છ વર્ષની લાંબી લડાઈને અંતે બંને પ્રેમીઓ ફરી એક થયા જેનો આજે તેમને ખૂબ જ આનંદ છે.